યાદે
યાદે


જો તમને નથી પરવાહ અમારી તો,
અમને પણ ક્યાં તમારી ખબર છે ?
આતો ટેવ પડી છે સૂરજ સાથે ફરવાની,
બાકી અમને પણ ચાંદનીની ખબર છે.
છુપાઈ જાઓ તમે વાદળમાં વરસાદ બની,
તો અમને પણ મોસમની ખબર છે.
જો વ્હાલું છે તમને પદ તમારું દુનિયામાં,
તો અમને પણ અમારી પ્રતિષ્ઠાની ખબર છે.
આતો કહ્યું હતું તમે તો યાદ કરાવું છું,
બાકી અમને પણ ભૂલવાની ખબર છે.