મારે કોઈને કશું કહેવું નથી
મારે કોઈને કશું કહેવું નથી
મારે હવે કોઈને કશું કહેવું નથી,
મારી કથા સૌને સાંભળવી ગમે છે પણ
વ્યથા કોઈને ગમતી નથી,
એટલે જ મારે કોઈને કશું કહેવું નથી,
બાળકને હસતું જોઈ સૌ કોઈ રમાડતા જાય છે,
રડતાને સૌ એની માને આપી જાય છે,
સફળતાની ટોચે પહોંચેલાને સૌ સલામ કરે છે,
સીડી ચડનારને કોઈ પગથિયું આપતું નથી,
બધાને પૂનમનો ચાંદ જોવો છે,
અમાસે કોઈ ઉજાગરા કરતું નથી,
અહીંયા સૌને મરજી મુજબ ચલાવવું છે,
અરે, એ તો સમજો આ શ્વાસ પણ મરજીનો નથી,
બસ, મારે હવે કોઈને કશું કહેવું નથી.
