STORYMIRROR

Mayuri Prajapati

Abstract Fantasy

3  

Mayuri Prajapati

Abstract Fantasy

આત્મા

આત્મા

1 min
18

મારો આત્મા મને જગાડે છે,

હર ઘડી એ મને પૂછે છે,

તું શાને કાજે જનમ્યો રે....??


મારો આત્મા મને પૂછે છે,

શું શું લઈને તું આવ્યો રે...??

શરીર લઈને જનમ્યો રે...

મારો આત્મા મને પૂછે છે,


લોભ લાલચ માં તું સંપડાયો,

 મારું તારું કરી મરાયો,

મારું શરીર પણ ના માને રે....

મારો આત્મા મને પૂછે છે,


જ્ઞાન કાજે બુદ્ધિ મળી ,

સંયમ કાજે શરીર મળ્યું,

મોહ માયા માં ભરાયો રે...

મારો આત્મા મને પૂછે છે,


મારી આત્મા મને જણાવે છે

જનમ મારો સુધારવો છે,

મારે ભવની ભાગટ ભાંગવી છે,

મારે પરમાત્મા ને મળવું રે....

મારો આત્મા મને જગાડે છે.

             "મયુરી"


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract