STORYMIRROR

dinesh Nayak "Akshar"

Abstract

4  

dinesh Nayak "Akshar"

Abstract

કેવું સારું

કેવું સારું

1 min
391

જો સ્વર્ગીય સ્વજનને ભેટી શકાતું હોત તો કેવું સારું !

યાદ આવે પછી જો રૂબરૂ થવાતું હોત તો કેવું સારું !


સહવાસમાં અને સંવાદમાં વીત્યું છે સઘળું જીવન

મૃત્યુ પછી પણ એમનાથી બોલાતું હોત તો કેવું સારું !


વિદાયની વેળા પળ પળ કેવી વસમી થતી જાય છે !

સ્વ મરજીથી કુદરતથી ચલાતું હોત તો કેવું સારું !


જનાર તો કેવા જતા રહ્યા ! પાછા કદી પણ આવે નહીં

આપણી મરજીથી જો મોત કપાતું હોત તો કેવું સારું !


પ્રકૃતિ આમ તો આપી દે છે આગોતરા જ સંકેત બધા

આયખું આપણી હથેળીમાં છપાતું હોત તો કેવું સારું !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract