આત્માનો પ્રશ્ન
આત્માનો પ્રશ્ન
મારો આત્મા મને જગાડે છે,
હર ઘડી એ મને પૂછે છે,
તું શાને કાજે જનમ્યો રે....?
મારો આત્મા મને પૂછે છે,
શું શું લઈને તું આવ્યો રે...?
શરીર લઈને જનમ્યો રે...
મારો આત્મા મને પૂછે છે,
લોભ લાલચમાં તું સપડાયો,
મારું તારું કરી મરાયો,
મારું શરીર પણ ના માને રે....
મારો આત્મા મને પૂછે છે,
જ્ઞાન કાજે બુદ્ધિ મળી,
સંયમ કાજે શરીર મળ્યું,
મોહ માયામાં ભરાયો રે...
મારો આત્મા મને પૂછે છે,
મારી આત્મા મને જણાવે છે
જનમ મારો સુધારવો છે,
મારે ભવની ભાગટ ભાંગવી છે,
મારે પરમાત્માને મળવું રે....
મારો આત્મા મને જગાડે છે.
