STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational Others

4  

ચૈતન્ય જોષી

Inspirational Others

હાલતાં ચાલતાં

હાલતાં ચાલતાં

1 min
265

હાલતાં ચાલતાં હોય મુખે હરિવર તારો ઉચ્ચાર,

જગપ્રપંચે ના હારતો હરિવર તો સદાય હારોહાર.


સુખદુઃખ તણા દ્વંદ્વ ના સંતાપી શકે હરિકૃપાથી,

પ્રસાદ પ્રભુનો માનીને કરું સહજ એનો સ્વીકાર.


રોજરોજ પ્રતિક્ષા મારે ક્યારે આવે પ્રભુ મુજદ્વાર,

છું પાતકી તેથી શું? તેજપુંજ સામે ન ટકે અંધકાર.


માનવમાત્રમાં હોય વાસ હરિનો સૌના તારણહાર,

આપીને હરિ આનંદ પામે કોઈનું રાખે નહિ ઉધાર.


ઝંખના મારી જગત્પતિની પળેપળે પ્રબળ થનારી,

સાદ સાભળે કે અંતર વાંચે કે જુએ એ અશ્રુધાર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational