STORYMIRROR

Pratiksha Pandya

Inspirational

4  

Pratiksha Pandya

Inspirational

વસુધા તવ ખોળે

વસુધા તવ ખોળે

1 min
230

વસુધા માત ધરિત્રી, વિશ્વ સમગ્ર મ્હાલે તવ ખોળે,

વિશાળ તુજ ગોદે, ખૂંદતા બાળ કંઈ પરમ તવ ખોળે.


સકળ જીવ જંતુ, પશુ પંખી, રે માનવી પણ સૌથી,

સતત શ્વસનસાંકળે, ઉજવેઉત્સવ શ્વાસોનો સકળ માતે.


સૃજન કરે તુજ અંકમાં, માનવી સૌ ધરી હામથી,

પથ્થર કોરી ને કાષ્ઠ કલાકારી તવ અંગે ગજબ શોભે.


શબ્દોએ મા શારદા વસી, વૈખરીને વટી સૃજનથી,

વાણી વદે વેદસ્તોત્ર, રચ્યા શબ્દ સંગીતના સરળ પોંખે.


વસુધા વિરલા કંઈ તારા, જાન દઈ શૌર્યને વરતા અહીં,

ઉડાન ઊંચી આભે ને અંતે તવ અંક હૂંફમાં ગરક હોયે.


પૃથા તવ ખોળલે હર્યાભર્યા વનાંચલ,ખેતરો લીલાં લ્હેરી,

સૌંદર્યે શૃંગારી વસુંધરા સાક્ષાત ક્ષમા ધાત્રી મા સર્વ પોષે.


માતા વસુધા પોષે, પાળે બધાં જીવને સ્વઅંકમાં સમાવી,

માતા કદી ના કુમાતા,હેતે સ્વઆંચલે છુપાવી મમતામયી પોતે !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational