ઘટના
ઘટના
હર પળ બનતી રહે ઘટના,
એના વિના તો જીવાય ના,
કેવી હશે ? એ કહેવાય ના !
એથી બચી પણ શકાય ના.
એ છે નરી વાસ્તવિકતા,
પહાડ સમ એની અડગતા,
કેમયે કરીને બચી શકાય ના
કે કરી શકાય અવગણના.
દિશાને દશા બદલાઈ જાય,
અનુભવ સુખદ સૌ ને થાય,
કારણ એનું કદી ન સમજાય.
સમજવાની કોશિશ ન કરાય.
સદા ઘટતી રહે શુભઘટના,
પ્રભુ પાસે એ પરમ પ્રાર્થના,
કાગના બેસવાથી ઝાડ પડે,
કારણ સાચું કદી નહીં જડે.
