STORYMIRROR

Purvi sunil Patel

Inspirational Others

4  

Purvi sunil Patel

Inspirational Others

કવિતાની કવિતા

કવિતાની કવિતા

1 min
394

શબ્દ-વિચાર સંગમે રચાતી કવિતા,

હૃદય-ઊર્મિ તાલે નૃત્ય કરતી કવિતા,

કલ્પનાની પાંખે વિહાર કરે ગગનમાં,

મનને આનંદ અપાર અપાવે કવિતા,

શબ્દ સંગ લાગણીઓ ઉભરાવતી ને,

માનવ હૈયાં સોંસરવી ઉતરતી કવિતા,

અવનીથી પળમાં ગગનમાં પહોંચાડી,

બિંદુથી સિંધુની યાત્રા કરાવતી કવિતા,

ફૂલોમાં પમરાટ ફેલાવી ખીલતી કવિતા,

કુદરતને સદા અણમોલ રાખતી કવિતા,

શબ્દ સર્જનથી મહેકાવી મનડાં સૌનાં,

શબ્દથી પરમસમીપે પહોચાડે કવિતા,

હસતાં-રમતાં ભેદ સૃષ્ટિનાં સમજાવી,

સહજ જીવનનો સારપ રહે છે કવિતા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational