પંખીની વાત
પંખીની વાત
ચકલો કહે :-
ચલ ઉડી જઈએ, છોડી આ મહાનગરની માયા,
ક્યાં દૂર વગડે જઈ, ઝાડ પર બનાવશુ માળા.
આપણી જગા પચાવી પાડી, કરી દીધા નોંધારા,
જંગલ ઝાડ કાપી કરી, ચણી દીધા ઊંચા મિનારા.
બારી બારણાં સદા બંધ, દરવાજે દીધા છે તાળા,
વનરાઈ તો કપાઈ ગઈ, પુરાઈ ગયા નદી નાળા.
પાણીનું એક ટીપુ ન મળે, બાંધી રાખ્યા છે ફુવારા,
કુદરત પર કેર વર્તાયો, રાખી નથી દયા માયા,
આડેધડ વિકાસ કરીને, ભૂલી ગયા એના સરવાળા,
પ્રકૃર્તિ થઇ હવે કોપાયમાન, માનવી બન્યા વામણા,
એક સાંધે ત્યાં તેર તૂટે, બધે જ અંધારા છવાયા.
ચકલી કહે :-
આપણે પ્રકૃર્તિના પૂજારી, લઈએ એના ઓવરણા,
આ સમય પણ વીતી જશે, માણસ થશે સમજણાં,
પાલનહર આ જગતનો, જરૂર કરશે સારાવાના.
