પુકારી રહ્યો છું
પુકારી રહ્યો છું
આપે છે જે સતત પીડા એને જ પંપાળી રહ્યો છું,
મારા દિલને હું ખોટા વહેમ સાથે જીવાડી રહ્યો છું.
તને પામવાની રીતમાં પણ હવે શંકા જાય છે મને,
વર્ષોથી ખુદા હું તને અગરબત્તી કરી રહ્યો છું.
મજબૂર છું કે કોઈ સામે બતાવી નથી શકતો,
વર્ષોથી એક અફસોસ સાથે જીવી રહ્યો છું.
ચૂકી ગયેલ એ તકનો હજુ પણ વસવસો થાય છે મને,
હતો દોષ મારો છતાં હું સમય પર રોષ ઠાલવી રહ્યો છું.
રખડી કંટાળીને આજ અહીં સુધી પ્હોચાયું છે 'હાર્દ',
જ્યાંથી ચીસો પાડીને ફરી શૈશવને પુકારી રહ્યો છું.
