STORYMIRROR

Hardik Dangodara 'Hard'

Tragedy Inspirational Thriller

4  

Hardik Dangodara 'Hard'

Tragedy Inspirational Thriller

મતલબ સુધી - ગઝલ

મતલબ સુધી - ગઝલ

1 min
368

બસ રહી ગઈ એક ખોટ છેક અંત સુધી,

કે જઈ ન શક્યો તેમના એક પણ વિચાર સુધી.


કોણ જાણે શું થયું હશે તેને, સૂવાઈ ગયું,

બાકી મારે તો વાત કરવી 'તી છેક પ્રભાત સુધી.


ઘણું શીખ્યો હું આ શાણી દુનિયામાંથી,

છતાં ન જઈ શક્યો એક-મેક ના મન સુધી.


ઘણો અથડાયો-પછડાયો સફળતાના માર્ગમાં,

છતાં હું હાર્યો નહિ છેક મંઝિલ સુધી.


નડ્યો મને બસ ખાલી આ પ્લેનનો ખર્ચો,

બાકી મારે તો જવું 'તું છેક ચાંદ સુધી.


નથી ચાલી શકતું તારી ને મારી ઈચ્છા મુજબ,

અહીં તો ચાલે છે સંબંધ છેક મતલબ સુધી !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy