STORYMIRROR

Hardik Dangodara 'Hard'

Romance Others

4  

Hardik Dangodara 'Hard'

Romance Others

વરસાદ

વરસાદ

1 min
230

મારી લાગણીને સતત ભીંજવતો વરસાદ,

સખ્ત મનના વિચારોને પજવતો વરસાદ,


મોરના ટહુકા અને જંગલોની હરિયાળી,

ક્યારેક તો ઘોડાપૂર લાવતો વરસાદ!


આજે પણ યાદ છે એ બાળપણના દિવસો,

સ્કૂલે પહોંચ્યા બાદ જ વરસતો લુચ્ચો વરસાદ,


ક્યારેક છાંટા તો ક્યારેક ઝાપટાં નાંખતો,

જાણે એવું લાગે કે ધરતી સાથે ગેલ કરતો વરસાદ,


ઝાંકળના બિંદુ,ખળખળ વહેતું ઝરણું ને પેલું મેઘધનુષ

જોઈને શાયરોના મનને હરી લેતો વરસાદ !


Rate this content
Log in

Similar gujarati poem from Romance