કોણ રોકી શકે ?
કોણ રોકી શકે ?
1 min
142
સૂરજને ઊગતા કોણ રોકી શકે ?
ઈચ્છાને બળતા કોણ રોકી શકે ?
ખૂબ ફૂંકી છે જિંદગીભર બીડી એણે,
વૃદ્ધને સડતા કોણ રોકી શકે ?
ખુદ ઈશ્વર ચડ્યો છે વારે હવે,
બંગલાને પડતા કોણ રોકી શકે ?
હિસ્સો છીનવાયો'તો એના ભાગનો,
ગરીબને રડતા કોણ રોકી શકે ?
મૃગજળે પણ કરામત એવી કરી,
હરણાને દોડતા કોણ રોકી શકે ?
