STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational Others

4  

ચૈતન્ય જોષી

Inspirational Others

શ્રીહરિ હશે

શ્રીહરિ હશે

1 min
339

કારણ વિના કૃપા કરનાર શ્રીહરિ હશે,

ભક્ત આરઝૂ સમજનાર શ્રીહરિ હશે.


નથી કોઈ સ્થળ એવું જ્યાં ન હોય એ,

ઘટઘટમાં સદાય વસનાર શ્રીહરિ હશે.


એ પણ ઝંખતો હશે કદી નિજજનને,

ભક્તોનો સાદ સાંભળનાર શ્રીહરિ હશે.


સ્તુતિનિંદા ઊભયથી એ પર છે હંમેશાં,

મનની મૂંઝવણને કળનાર શ્રીહરિ હશે.


કૈક પાતકીઓ કરે છે પોકાર પ્રભુ તમને,

એને ભવજળથી તારનાર શ્રીહરિ હશે.


ભૂલીને ભલું થવાનો છે સ્વભાવ એનો,

વિપદાટાણે દોડીને આવનાર શ્રીહરિ હશે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational