STORYMIRROR

Purvi sunil Patel

Inspirational

4  

Purvi sunil Patel

Inspirational

ઉડે શબ્દ રંગ

ઉડે શબ્દ રંગ

1 min
337

નિત્ય પ્રભાતે ઝોળી ઉમંગની ભરે કયાંથી ?

ને એ કલાધર સૂર્યકિરણ સંગ આવે કયાંથી ?

લાલ, પીળો, નારંગી ને નીલા રંગોની ઝાંખી,

શું સૂર્યનાં પ્રકાશે એની ઝળહળે કલાકૃતિ ?

કોણ હશે રંગરેજ એ ઉડાડે રંગ ગુલાલ,

ને નિત્ય પ્રભાતે  રંગો લઈને આવે કયાંથી ?

કયાંથી શીખી હશે એણે રંગોની કારીગરી,

શું રંગોનાં વૈભવમાં અભિવ્યક્તિ સપ્તરંગી ?

રહસ્યમયી ધરતી પર આ રૂડારૂપાળાં રંગો,

આસમાની, લીલો ને ગેરુડો આવ્યો કયાંથી ?

આપણું અંતરમન તો વિચારી ગોથાં ખાતું,

ને આસમાને રચાતી શું મેઘધનુષી રંગોળી ?

રંગો તો લાવે છે, જીવનમાં ખુશિયોંની હેલી,

તો મોહક રંગો સંગ કરીએ ગમતાંનો ગુલાલ ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational