નારીને જરૂર છે સન્માનની
નારીને જરૂર છે સન્માનની
બહારના રૂપથી તો સૌ કોઈ મોહી જાય છે,
અંદરનું રૂપ જોવાની અહીં બધાએ જરૂર છે.
રૂપના વખાણ તો બધા કરે છે અહીં,
ગુણના વખાણ કરવાની અહીં જરૂર છે.
નારીને નથી જરૂર કોઈના ખોટા વખાણની,
એક સન્માન ભરી નઝરે જોવાની જરૂર છે.
ના સમજો નારીને કમજોર રતીભાર કોઈનાથી,
સરહદ પર લડવાની એનામાં તાકાત જરૂર છે.
બોલતી નથી એનો મતલબ એ મર્યાદામાં છે,
શાબ્દિક લડત લડતાં તો એને પણ આવડે છે.
