એ જ થાય છે
એ જ થાય છે
એ જ થાય છે જે ખુદાને મંજૂર હોય છે,
માનવી તો સદાયને મજબૂર હોય છે.
વંધ્યા તો મરજીથી સ્ત્રી કદી હોતી નથી,
કુદરતી લીલા છે એનો ક્યાં કસૂર હોય છે.
શીલ વિનાની વિદ્યા જેમ વાંઝણી હોય છે,
શિલથી જ વિદ્યાનું તેજ ભરપૂર હોય છે.
ક્યાં બધું કુદરત બધાને આપતી હોય છે,
માનવી તો કદી ક્યાં ઈશ્વરથી દૂર હોય છે.
અમુક રીતે અધૂરપની પણ મધુરપ હોય છે,
ધારી જુઓ ગોપાલ હાજરા હજૂર હોય છે.
