નારી તણી વ્યથા...
નારી તણી વ્યથા...
સવારથી સાંજ સતત વ્યસ્ત રહેતી
છતાં સૌ કહે તું ક્યાં પૈસા કમાતી
નારી તણી વ્યથા સાંભળે કોણ ?
પરિવારની સંભાળ ખુદથી વધું લેતી
છતાં પરિવાર આધાર પુરુષ માનતી
નારી તણી વ્યથા સાંભળે કોણ ?
ઘર પરિવાર ઓફિસ સંભાળતી
બાળક માટે ખુદને પણ ભૂલતી
નારી તણી વ્યથા સાંભળે કોણ ?
જીવનભર સહનશકિત કરતી જતી
પરિવારને એક તાંતણે બાંધી રાખતી
નારી તણી વ્યથા સાંભળે કોણ ?
ક્યારેક દુર્ગા બનીને અન્યાય સામે લડતી
ક્યારેક સંબંધો સાચવવા અન્યાય સહેતી
નારી તણી વ્યથા સાંભળે કોણ ?
ખુદ ભૂખ્યા રહીને સૌને જમાડતી
અન્યના હિત ખાતર ખુદ ખપી જતી
નારી તણી વ્યથા સાંભળે કોણ ?
