પુછો પીડિતાની વેદના
પુછો પીડિતાની વેદના
શબ્દ પીડિતા સાંભાળી મારું હૈયું થરથરે છે,
પૂછો પીડિતાની વેદના જીવવા જિંદગી તરફડે છે.
એ મનોમન મરતી, કહે કોને પાપાની લાચાર પરી,
ઘાવ કેટલા ઊંડાણે હશે કહેવા જીભ લડથડે છે.
ભીતર અનેક દર્દ સમાવી બારણું તો હસતા ખોલે,
વગોવાય નહી ઘરની આબરૂ ડૂસકે ડુચા દઈ ફરે છે.
ફોગટમાં નર ફાવીને અસહાય અબળા ફસાવી ?
ભીતર કોણ ઝાંખે, સૌ રંગીન મિજાજે સળવળે છે.
કોઈ પુરુષ જાત સુખી નથી ચેહરે કાળ નકાબ છે,
હાય છે પીડિતા શબ્દની આજ ભાષા ખળભળે છે.
ચીર હરે, ગરદન ચીરે ઘરેલું ઘૂંટ ઝેરના પિવાય છે,
પૂછો પીડિતાની વેદના જીવવા જિંદગી તરફડે છે.
