જયારે મળે પણ મારા મળે
જયારે મળે પણ મારા મળે
વર્ષોથી સંઘરેલી યાદોને સંભાળવા કોઈ બે ચાર મળે,
કોઈ આજ મળે કોઈ કાલ મળે, જ્યારે મળે પણ મારા મળે,
ભંગાર પટારે કાટ્યા નકૂચા, નબળા નરને માદા પડે,
એમાં પડેલી જૂની વાતો, માથે મણનાં તાળાં જડે,
ક્યારે મળે મારા સ્મિતની ચાવી, ઈ હરખ પણ મારો મળે,
કોઈ આજ મળે કોઈ કાલ મળે, જ્યારે મળે પણ મારા મળે,
ધોળી પછેડી, ખાલી મુખે, હોકારે યંત્રોના વેણ મળે,
ખખડી ગયેલા દેહને પાછાં નિત નવા પોષાક મળે,
લાગ્યા તાળાં સ્વાદ આંજપના, ઈશ ક્યારે તારો પાડ મળે,
કોઈ આજ મળે કોઈ કાલ મળે, જ્યારે મળે પણ મારા મળે,
વિતેલા શણની મહેફિલ જમાવું, લાવને જીવતા જગતીયું કરાવું,
ખોલી દઉં તાળાં વેર જગતનાં, ભેળો બેહીને સૌને હસાવું,
બે ચાર દિવસ આયુના મળે, જ્યારે મળે પણ મારા મળે,
કોઈ આજ મળે કોઈ કાલ મળે, જ્યારે મળે પણ મારા મળે.

