કરામતી કામણ
કરામતી કામણ
વખતને વટ કયારે પીગળશે,
એની ખબર ક્યાં રહ્યા કરે,
મૌન થઈને ઈશ્વર જોયા કરે,
કરામતી કામણ કર્યા કરે,
બંજર રણમાં રેતાળ મેળા,
કણ-કણ જુદા ઉછાળા કરે,
અંબરથી ટીપું ઝરણું ઝરે ત્યાં ?
અનેક કણ મણમાં ભેળા કરે,
મૌન થઈને ઈશ્વર જોયા કરે,
કરામતી કામણ કર્યા કરે,
દરિયાનો અહમ ઠંડા વિશાળનો,
અમૂલ્ય રત્ન ખજાનો પેટાળનો,
ડાઢે તળ અગન જ્વાળા ફાટે,
રાખના ડુંગર ખડકાયા કરે,
મૌન થઈને ઈશ્વર જોયા કરે,
કરામતી કામણ કર્યા કરે,
ગૌચર પચાવી હરીયાળી વાઢી,
જંગલ જીવને તફડાવી કાઢી,
કોંક્રીટ જંગલના અમે નીડર
નેજા, ભૂકંપ ધરે બે-ઘર કરે,
મૌન થઈને ઈશ્વર જોયા કરે,
કરામતી કામણ કર્યા કરે,
સૂરજ, ચંદ્ર કે આ તેજ અમારા,
નિસ્તેજ બ્રહ્માંડમાં દીપ અમારા,
એક ગ્રહણે આભડો ઉજાસ,
અંધકાર ચોતરફ વળી ફરે,
મૌન થઈને ઈશ્વર જોયા કરે,
કરામતી કામણ કર્યા કરે.

