પિતા
પિતા
1 min
115
પામવા તુજ પિતાને હશે પૂર્વભવની પ્રાર્થના,
સંતાન મુજ સુત પામવા હશે તારી સાધના,
પકડી જયારે આંગળી બજાર ઘુમાવતા,
જગતને જીતવાની હતી અમારી યાતના,
ના ડર હતો ભૂતનો, કોઈ ડગલા ડગવાનો,
છાંયો સદા બાપનો, નથી તાપથી તપવાનો,
જીવનના મિત્ર બન્યા, પ્રથમ પિતા પરમ ?
લાખો સખામાં પિતાની મળે ન ખ્યાતના,
ઋણી છું કાયમ ઈશ મળજો ભવ નિજમાં,
સંતાન મુજ સુત પામવા હશે તારી સાધના.
