ગુલાબી ક્ષણ
ગુલાબી ક્ષણ


દર્પણમાં જોઈ ચહેરો અમથું અમથું મલકાઈ ઉઠી
ગુલાબી માહોલની મીઠી ક્ષણ નજરે છલકાઈ ઉઠી.
હૃદયે રેલાયા ગુંજન ગીતો મનમાં મીઠી મૂંઝવણ
ટહુક્તા મોરલા મનડે ને વ્હાલમનું મુને વળગણ
પહેરી લઉં રૂડું સ્મિત અધરે, લાઉં લજ્જાની લાલી ચહેરે
વિખરાયેલી ઝુલ્ફોને ફરી થોડી સંવારી લઉં
મ્હેકતી હથેળીને હેતથી ફરી તરબોળી દઉં
ઢળતી સાંજના અજવાસે સંભવોનું આકાશ સર્જી લઉં
તૃષાતુર વાટે તું ના દેખાય તો દ્રશ્યમાન હું બની જાઉં.
મિલનની ક્ષણને અર્પણ મારું સમસ્ત જીવન કરી દઉં.
આવ સાજન સરનામું લઈ ખુશીઓનું આંગણીયે
વાટ નીરખી રહી હું ઘડિયાળ ના એક એક ટકોરે...
સુણીને પગરવ હું ફરી સાચુકલી મલકાઈ ઉઠી...
ગુલાબી મિલનની ક્ષણ નજરે છલકાઈ ઉઠી..!