સમય
સમય
1 min
200
મનગમતાં દ્રશ્યો આંખોમાં ભરી,
પાંપણોથી કેદ કરી લઉં.
હો ખબર કાલે શું બને કદાચ,
વીતેલી ક્ષણોને સ્પર્શી ના શકું.
અતીતના સ્મરણોની સહેલગાહ રેલાયા કરશે,
સતત અવતરણ એનું પીડશે.
વ્હેલે પરોઢિયે અરધુપરધુ સાંભળતું હૈયું,
ચાંદની આસપાસ રહેલા હજારો તારલાંની જેમ.
ને વેરવિખેર મારું જ અસ્તિત્વ,
ગુલાબી નિંદર ઉડાડી અણગમતી વાતો સાંભળશે.
અરીસાય કંટાળી જશે નીતનવી જીદથી,
ચહેરાની તરજ શોધીશ હું અહીં તહી,
એટલે જ, આંખોમાં ભરી લઉં સઘળુંય,
છટકતી ક્ષણો સંગાથ,
પાંપણોથી કેદ કરી લઉં.
