STORYMIRROR

Tanvi Tandel

Fantasy

4  

Tanvi Tandel

Fantasy

હમસફર

હમસફર

1 min
229


આભમાં વિહરતું પંખી,

આજે ઉદાસ છે.


કારણ ' ગેરસમજ ' ની ચકમક..

હ્રદયની વાત ઈશારાથી ના સમજાઈ.


મેઘધનુષ્યમાં પ્રણય રંગ ખૂટતા.

આ તારી ભૂલ..તું તું મૈં મૈં,


સંઘર્ષના તારે સંવેદન ના સમજાયું.

એટલામાં,

આંખમાં આંખ મળતા

શ્વાસ સધિયારો થયો.


પ્રાપ્યનો અસંતોષ તૃપ્તિમાં પરિણમ્યો.

હ્રદયમાં છપાયેલી તસ્વીર 

નયનોમાં કેદ થઈ.

પંખી હાસ્યથી 

આકાશમાં વિહરવા લાગ્યું.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy