STORYMIRROR

Tanvi Tandel

Romance Others

4  

Tanvi Tandel

Romance Others

પાંપણ

પાંપણ

1 min
443

બિડાયેલી પાંપણોમાં સ્વીકારનો રણકાર છે,

ધબકતા હૈયે એક ગમતીલા સ્પર્શની લ્હાણ છે.


આંખોમાં વિચરતાં સપનાઓનો પાંપણને ભાર છે,

ભજવેલા અનેકાનેક પાત્રોનો અસ્તિત્વ રૂપી આકાર છે.


શબ્દરૂપી તીરને મૌનથી પ્રતિભાવ દેવાનો પાંપણોનો સ્વભાવ છે,

અણગમતી વાતે બધિર બનવાનો માણસનો પ્રવાહ છે.


દ્રશ્યો પ્રણયના છૂપાવવા પાંપણો તૈયાર છે,

ને સામે શતરંજના પ્યાદા હરાવવા આવનાર છે.


જીવંત રહેવામાં મશગૂલ પાંપણોનો વિચાર છે,

પણ ક્ષણોને વિખેરવા નિતનવા દર્પણ તૈયાર છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance