Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ASHOK PETHANI 'SNEHI'

Inspirational

4.5  

ASHOK PETHANI 'SNEHI'

Inspirational

આત્મનિર્ભર નારી

આત્મનિર્ભર નારી

1 min
1.4K


આજની આ નારી, ના કોઈથી રે હારી

કરતી નથી આજે એ કોઈની લાચારી

આજની આ નારી, ના કોઈથી રે હારી


છે પુરુષ સમોવડી, કોઈ વાતે નથી ઉતરતી

અશક્યને પણ શક્ય એ, કરીને બતાવતી

કયું એવું ક્ષેત્ર કહો, એ કરતી ના બરાબરી

આજની આ નારી, ના કોઈથી રે હારી


હતો એક યુગ જ્યારે એ દોરે ત્યાં દોરવાતી

મનને મારી પોતાના એ ચૂપચાપ બધું સહેતી

પંડે પીડા, હસતું મુખ, કેવી અજબ કારીગરી  

આજની આ નારી, ના કોઈથી રે હારી


નારી નરકની નહિ, પણ ગુણોની એક ખાણ છે

હીરા આપ્યા ભગત,શિવાજી, એનું એ પ્રમાણ છે

નારી તું તો નારાયણી, છે પ્રભુની અવતારી

આજની આ નારી, ના કોઈથી રે હારી


છે શક્તિનો અવતાર આજે સાબિત કરી દેખાડે

આત્મનિર્ભર નારી આજે દુનિયામાં ડંકો વગાડે

'સ્નેહી' કહે હવે શું કહું, બસ જાઉં વારી વારી

આજની આ નારી, ના કોઈથી રે હારી


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational