Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ASHOK PETHANI 'SNEHI'

Drama Romance

4  

ASHOK PETHANI 'SNEHI'

Drama Romance

પ્રેમ રંગ છલકે

પ્રેમ રંગ છલકે

1 min
704


રંગ તણા આ રંગમાં, પ્રેમ રંગ છલકે

પ્રેમભર્યા આ સંગમાં, પ્રેમ રંગ છલકે,


કદી તું રિસાય, કદી હુંયે રિસાઈ જાઉં

મીઠી મીઠી આ જંગમાં, પ્રેમ રંગ છલકે,


સદા મળે સાથ તારો, હાથોમાંયે હાથ તારો

જીવન ચાલે એ તરંગમાં, પ્રેમ રંગ છલકે,


લઈ રંગોને હાથ રાધા ઊભી એના દ્વારે

માધવ મળશે એ ઉમંગમાં, પ્રેમ રંગ છલકે,


'સ્નેહી' પ્રેમ તણો આ જામ પીધો એ જાણે

નશો ચડે છે અંગે અંગમાં, પ્રેમ રંગ છલકે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama