જિંદગી
જિંદગી
જિંદગી ઘણા બધા દાવ શીખવી જાય છે
ન રમવાની કેવી રમત એતો રમી જાય છે,
કોણ પોતાના કોણ પારકા ખબર ન હતી
જિંદગીના ખેલ એ સૌને સમજાવી જાય છે,
થવાનું હોય એ ક્યાં કોઈ દિવસ થાય છે
આ જિંદગી પણ કેવું ગજબ કરી જાય છે,
'સ્નેહી' કસોટી તો પળે પળે થવાની જ છે
જીતે છે એ જે એમાં પાર ઉતરી જાય છે.
