પ્રેમ રંગ છલકે
પ્રેમ રંગ છલકે
રંગ તણા આ રંગમાં, પ્રેમ રંગ છલકે
પ્રેમભર્યા આ સંગમાં, પ્રેમ રંગ છલકે
કદી તું રિસાય , કદી હુંયે રિસાઇ જાઉં
મીઠી મીઠી આ જંગમાં, પ્રેમ રંગ છલકે
સદા મળે સાથ તારો,હાથોમાંયે હાથ તારો
જીવન ચાલે એ તરંગમાં, પ્રેમ રંગ છલકે
લઈ રંગોને હાથ રાધા ઉભી એના દ્વારે
માધવ મળશે એ ઉમંગમાં,પ્રેમ રંગ છલકે
'સ્નેહી' પ્રેમ તણો આ જામ પીધો એ જાણે
નશો ચડે છે અંગે અંગમાં, પ્રેમ રંગ છલકે.

