STORYMIRROR

ASHOK PETHANI 'SNEHI'

Inspirational Others

4  

ASHOK PETHANI 'SNEHI'

Inspirational Others

શાને મૂંઝાય

શાને મૂંઝાય

1 min
167

સુખ અને દુઃખ તો આવે અને જાય

હે માનવ, તું આજે આમ શાને મૂંઝાય,


થવાનું જે લખ્યું છે એતો થવાનું જ

આપણે લાચાર, મારો હરિ કરે એ થાય,


દુઃખની આ ઘડી ક્યાં સુધી ટકવાની

સૌ સાથે મળી લડીએ, થાકી થોડું જવાય,


પોતાના હોય કે પારકા, માણસ તો છીએ

સેવા કરી લેવી જોજો તક ચૂકી ન જવાય,


'સ્નેહી' કહે દિનાનાથ રાખશે સૌની લાજ

રાખો ભરોસો, આમ હિંમત ન હારી જવાય.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational