જોઈએ ને
જોઈએ ને
દુઃખની ઘડીમાં કોઈ પોતાનું તો હોવું જોઈએ ને !
એ મારા છે એવું કોઈક ને તો થવું જોઈએ ને !
ભલે પાસે નહીં તો શું, દૂર તો હોવા જોઈએ ને !
સાથે ભલે ન હોય, મજબૂર તો હોવા જોઈએ ને !
દર્દભરી દુનિયામાં દર્દ તો મળવાનું જ છે કાયમ,
દર્દમાં દિલાસો દેનાર કોઈક તો હોવા જોઈએ ને !
'સ્નેહી' સ્નેહની આશા તો બધા પાસે થોડી હોય,
કહ્યા વિના જે સમજે કોઈક તો હોવા જોઈએ ને !
