STORYMIRROR

ASHOK PETHANI 'SNEHI'

Inspirational Others

3  

ASHOK PETHANI 'SNEHI'

Inspirational Others

શત શત નમન

શત શત નમન

1 min
728

ભારતના અમર વીર જવાનોને શત શત નમન છે

વીર શહીદોના બલિદાનોને લીધે દેશમાં અમન છે,


માં ભોમની રક્ષા માટે કાંટાની પથારી પર જે સૂતા

એ વીર શહીદોને લીધે આજે આ મહેકતો ચમન છે,


ઈકલાબ જિંદાબાદનાં નારા સાથે મોતને વ્હાલુ કર્યું

એ વીર શહીદો માટે તો દેશ જ તન, મન અને ધન છે,


સુખદેવ, રાજગુરુ અને ભારતમાંનો એ લાલ ભગત છે

જેના બલિદાન થકી દેશમાં આઝાદીનો વાયો પવન છે,


'સ્નેહી' કહે અમર રહો ભારતમાંના એ વીર બહાદુરો

મારા આ શબ્દો નથી, અર્પણ શબ્દરૂપી શ્રદ્ધાસુમન છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational