Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ASHOK PETHANI 'SNEHI'

Inspirational

4  

ASHOK PETHANI 'SNEHI'

Inspirational

હજી શું પ્રમાણ જોઈએ છે તમારે !

હજી શું પ્રમાણ જોઈએ છે તમારે !

1 min
1.0K


હજી શું પ્રમાણ જોઈએ છે તમારે !


બીજા માટે પોતાની જાત બાળી નાખે, હજી શું પ્રમાણ જોઈએ છે તમારે !

રાજી રાખવા બીજાને મન મારી નાખે, હજી શું પ્રમાણ જોઈએ છે તમારે !


પંડે પીડા તોય હસતું મુખ, કોઈ આવી શક્યું છે એની તોલે ?

અરે પેટ માટે પોતાના પેટ ચીરી નાખે, હજી શું પ્રમાણ જોઈએ છે તમારે !


સુખ-દુઃખ, ફાવે ન ફાવે, ગમતું ન ગમતું ક્યાં કશું એ કહે જ છે !

કાળા માથાના માનવીને, પરમેશ્વર કરી નાખે, હજી શું પ્રમાણ જોઈએ છે તમારે !


છે ચંડી, દુર્ગા, કાલી, ભવાની, નારી તારા જ રૂપ બધા

છંછેડે જો કોઈ, તો રાવણને પણ રોળી નાખે, હજી શું પ્રમાણ જોઈએ છે તમારે !


છે શક્તિનો અવતાર, તોય ચૂપચાપ બધું સહન કરતી જાય,

અસ્તિત્વને પણ એના એ અર્પણ કરી નાખે,

હજી શું પ્રમાણ જોઈએ છે તમારે !


'સ્નેહી' વંદન છે એને, જે જીવે ત્યાં સુધી બીજા માટે જ જીવે 

જિંદગી લૂંટાવી જિંદગીનું ઘડતર કરી નાખે,

હજી શું પ્રમાણ જોઈએ છે તમારે !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational