અમીરસ
અમીરસ
વાદળમાં ભર્યા પાણી, વરસ્યા મેઘ,
હૈયામાં ભર્યો પ્રેમ, છલકયો સ્નેહ,
આંખમાં ભર્યા પાણી, દદડે આંસુડાં,
હૈયે ભરી લાગણી, નીતરે અમીરસ,
દરિયાની લહેરો, મોજા સંગ ઉછળે,
હૈયે ભરી સંવેદના, નસનસમાં ધબકે,
પવનની લહેરખી, મોસમ મસ્તાની,
દિલ ધડકે મારું, પાગલ દીવાની !

