ક્ષણભંગુર
ક્ષણભંગુર
ઝાકળનાં બિંદુઓ, ચમકી ઊઠ્યાં સૂર્યકિરણમાં,
પાસે જઈને સ્પર્શ્યા તો, ક્ષણભંગુર થયા પલમાં,
પાણીના પરપોટા, પાણીમાં મોજથી તરતાં,
વહેણ આવ્યું ઉછાળા મારતું, ક્ષણભંગુર થયા પલમાં,
મૃગજળ જોઈને થયો આભાસ કે, છે ત્યાં પાણી,
નજદીક જઈને જોવું તો, ક્ષણભંગુર થયું પલમાં,
રાત્રીના અંધકારમાં, લબુકઝબુક બલ્બ જેવા,
પ્રકાશ વેરતા આગિયા, ક્ષણભંગુર થાય પલમાં,
હોય ના સામે ને છતાં, લાગે છે આસપાસ,
મનનો છે એ આભાસ, ક્ષણભંગુર થાય પલમાં,
દરિયાની લહેરો, મળવા ને દોડતી કિનારો,
આવન જાવનનું મિલન, ક્ષણભંગુર થાય પલમાં,
શ્વાસ અને ઉચ્છવાસના, તાલબદ્ધ લયમાં,
ક્યારે પ્રાણ જાય શરીરથી, ક્ષણભંગુર પલમાં.
