હું કોરો કાગળ શણગારું છું
હું કોરો કાગળ શણગારું છું
મારી અને આ કલમ વચ્ચે
હું ઘણો હિસાબ રાખું છું,
ને કોઈ પૂછે કેે કારણ શું ?
તો પાછું મૌન રાખું છું,
ને કાગળ ચાખે એ પહેલાં ચાખીનેે
હું શબ્દોને ઢાળ આપું છું,
પણ અર્થ એનો એ નથી કે
હું ગઝલ કેરું વેચાણ રાખુું છું,
'હા..'હું માંનું છું કે આ કલમ પાસેે
હું સહી ઉધાર માંગું છું,
પણ મેં લખેલા શબ્દો પાછળ
હું ઘણું રોકાણ રાખું છું,
ને 'કવિ' છું સાહેેેબ, શબ્દોની કરામત
હું પણ જાણું છું,
માત્ર કલ્પનાઓને આધારે
હું કોરો કાગળ શણગારું છું,
