કોરું હૃદય
કોરું હૃદય
તમારી યાદ આવ્યાં પછી અમે મલકાઈ નથી શકતાં,
આંસુ આવે તો ખાળી દઈએ, હવે રોઈ નથી શકતાં,
વિતાવી દઈએ જીવન આખું તોય રાહત ના મળતી,
ઘણાં દરદ એવાં, જે જીવનભર રૂઝાઈ નથી શકતાં,
ઝેર કદાચ ગટગટાવી જઈએ ખૂબ સહેલાઈથી હવે,
ક્યારેક ક્યારેક પ્રેમનાં જામ પણ પીવાઈ નથી શકતાં,
તમે અલગ થયાં છો એનો અફસોસ કરવો કઈ રીતે ?
ભૂલ અમારી હતી, અમે ખુદથી રિસાઈ નથી શકતાં,
જીવનમાં બધી ઋતુનો અનુભવ થઈ ચૂક્યો છે છતાં,
મારાં હૃદયમાં ચોમાસાનાં વાદળો છવાઈ નથી શકતાં !
