STORYMIRROR

Dashrathdan Gadhavi

Tragedy Others

4  

Dashrathdan Gadhavi

Tragedy Others

કાળોતરુ કળતર છે

કાળોતરુ કળતર છે

1 min
249


દર્દની વાત નથી,

આ તો કાળોતરુ કળતર છે.. 


ના એસિડિટી, ના મન ખાટુ મારું..

આ તો હૈયાની, અંતિમ બળતર છે. 


છું માળી, ફૂલો મને બહુ ગમતા... 

પણ, અહીં તો નકરા કાંટાનો વાવેતર છે. 


ગણ્યા જેમને નીજના, જુઓ થયા ઈ પરાયા..

આપ્તજન નહીં, એ તો વેરી વિષ ફણિધર છે. 


મીઠી મીઠી વાદળી, ઊઠતી જોઈ નભ કાંઠડે.

નજદીકથી જોયું એને તો, ભયંકર બવંડર છે. 


શું જીવવું આ જીવનને, નર્યા દુ:ખના ભારા છે.

ઘડીકમા અમૃત ઝરણું, ઘડીમા કાળ સમંદર છે. 


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy