STORYMIRROR

Minaxi Rathod "ઝીલ"

Tragedy Inspirational Others

4  

Minaxi Rathod "ઝીલ"

Tragedy Inspirational Others

જિંદગી

જિંદગી

1 min
258

લાગણીઓનાં નામે પાયમાલ છે જિંદગી,

લગાવ, અભાવને સ્વભાવમાં છે જિંદગી,


પોતાની જિંદગીમાંય પોતાના થઈ રહેવું, 

જીવી શકીએ તો એક ઘડીમાં છે જિંદગી,


ફિકર કયાં સુધી કરીશું કે કોણ શું કહેશે ?

સવાલને જવાબોની ઉલઝન છે જિંદગી,


દાસ્તાનોમાં પણ અજીબ દાસ્તાન મળે છે,

જીવવાનું હોય ત્યાં ઓછી પડે છે જિંદગી,


શબ્દોને પ્રેમ કરું હેતથી કાગળ પર વિખેરું,

સમેટું તો 'ઝીલ' ગઝલમાં ગવાય છે જિંદગી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy