વાત શરુ થઈ
વાત શરુ થઈ
નયનથી મળ્યા નયન, ને વાત શરુ થઈ,
હોઠો પર સ્મિત આવ્યુ ને વાત શરુ થઈ.
પલક ઝૂકી ને દિલની વાત કહેતી ગઈ,
ઝલક તારી જોવા આંખ તરસી ગઈ.
નયન થી મળ્યા નયન
ધીરે ધીરે વાત છતી થઈ,
લોકોની નજરે ચડી ગઈ,
શિકાયત લોકોની વધતી ગઈ,
આપણી બંધ કિતાબ ખુલી ગઈ.
નયન થી મળ્યા નયન
પામવી તને અઘરી છે,
એ વાત મને સમજાય ગઈ,
લોકલાજે તારી હા,
ના માં ફરી ગઈ,
નયનથી મળ્યા નયન
મહોબતની રાહમાં,
મૃદુલ મન ખોવાઈ ગયું,
પામી ને પણ તને પામી ના શકયો,
ઈન્તઝારમાં તારી, જિંદગી પૂરી થઈ,
નયનથી મળ્યા નયન.

