સ્થિત પ્રજ્ઞા
સ્થિત પ્રજ્ઞા
કંઈ દુનિયાં હું વસુ છું,
એ જ સમજાતું નથી અહી.
અનેક ચહેરા આવ્યા ને ગ્યા,
ના જાણી શકી એમના ભાવ.
હેતુ દરેકના અલગ અલગ,
કોઈ ના હતું હૃદય સંગ.
નિત તારી આગળ જુકી હું,
એક જ સંકલ્પ સિદ્ધ કરવા.
મૂકી દે ને એ મોહ ને માયા,
હવે બની જાને એક સ્થિતપ્રજ્ઞા.
