સફર
સફર
1 min
143
આજ કાલ હું સફર કરી રહી છું,
હું મનરૂપી ઘોડા ઉપર ફરી રહી છું,
જવું છે ક્યાં ? મંઝિલને શોધી રહી છું,
સફર મારી ક્યારે થશે પૂરી પથિકને,
મારગમાં હું તો પૂછી રહી છું,
રસ્તા તો અનેક મળે છે પણ,
સાચો મેળવવા પંથ આખો ભમી રહી છું,
સાથે સાથે સહુનો સૂર સાંપડ્યો ને,
હવે તો હેતુ" પંથને પાર કરીને જ રહીશું.
