STORYMIRROR

Purnima pandyananda

Tragedy

4  

Purnima pandyananda

Tragedy

બાળક નમાયું

બાળક નમાયું

1 min
182

રડે કોરી આંખે, તપે ભર શિયાળે,

ચીસોય કોને સંભળાવે બાળક નમાયું....


ફૂટપાથ ફાટક ને ફળિયા સરકારી,

ઘર જાણી જપે ત્યાં બાળક નમાયું....


આંગળી ઝાલીને જતી માતા ને જોઈ,

ન સમજે હસવું કે રડવું બાળક નમાયું...


કિલકારી, કલશોર ને કાલાવાલા કેવા ?

બસ એક ભૂખ ને ભયનું માર્યું બાળક નમાયું...


લથડતી ઉમર ને અથડતી અવસ્થા,

મોતને વ્હાલું લાગ્યું એ બાળક નમાયું.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy