STORYMIRROR

Purnima pandyananda

Others

3  

Purnima pandyananda

Others

પિતા

પિતા

1 min
171

ઘરનો મોભ સદા શાંત ને સ્થિરતાનો પર્યાય,

નામ પૂછો તો ધબકારો ને શ્વાસ મારો પિતા,


તપતો સૂરજ, અજવાળાને જીવનનો પર્યાય,

તુજ વિન સઘળે અંધકાર અજવાસ મારો પિતા.


દાતા દેખ્યા કર્ણ સમા ને બલી તણા અવતાર,

સદા આપતા હસતા મુખે વણમાગ્યે ભગવાન,


મંદિર મારે દૂર, દીસે આસપાસ મારો પિતા,

મબલક ખુશીઓ ઊગે જેના ઉરમાં અપરંપાર,

સદા ઉભરતી વ્હાલ વાદળી એ આકાશ મારો પિતા.


Rate this content
Log in