રાધા
રાધા
1 min
204
આજ રાધાના ભાવ વહે
સૂર એક એક શ્યામ કહે,
આંખો ભીની ને ભાવ તરે
એની ખુશીઓની લ્હેર ફરે,
જીવ જેને રહ્યો ઝંખતો
એતો આંખ સામે જો રમે,
વાત વગડાને કહેતી ફરે
ડાળે ડાળે જો મનડું ભમે,
આંખે આંજીને કાનાને આજ
રાધા દિવસને કહે આજ સાંજ,
એના ઉઘડ્યા છે અંતરના દ્વાર
ક્યાંથી આવે કાનાનો પોકાર,
ઊડતી ભાળે રંગોની એ છોળ
એ રંગાઈ હૃદય ઓળઘોળ.
