STORYMIRROR

Shlok Dave

Tragedy

4  

Shlok Dave

Tragedy

શું થશે ?

શું થશે ?

1 min
189

જે સમય છે, તે આમ જ રહેશે તો શું થશે ?

વીતેલી વાતોની યાદ આમ જ રહેશે તો શું થશે ?


જીવવું તો છે વર્તમાનમાં પણ ભૂતકાળ ના ભૂલાય તો શું થશે ?

ન જાણવા જેવી હકીકતો જાણી લીધી, જાણીને પણ અજાણ રહેવું પડશે તો શું થશે ?


નથી હું 'શિવ' કે ઝેર ને કંઠે ધરું, પણ છતાં નીલકંઠ બની રહેવું પડશે તો શું થશે ?

સ્ત્રી છું, શક્તિ છું; પણ પ્રેમ માટે લાચાર બની રહેવું પડશે તો શું થશે ?


વિશ્વાસ હતો જેના પર જાતથી વધારે, એજ આમ ઘાતક બને તો શું થશે ? 

છોડ એ બધી વાતો 'હેતુ'

હેતુ વિનાની જિંદગી પણ ઉમંગથી જ જીવવાની છે,

મન ભરીને જીવી લેશું, પણ ક્યારેક થોડા ભીંજાઈ જઈએ તો શું થશે ?


Rate this content
Log in

More gujarati poem from Shlok Dave

Similar gujarati poem from Tragedy