Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Minaxi Rathod "ઝીલ"

Tragedy Inspirational

4  

Minaxi Rathod "ઝીલ"

Tragedy Inspirational

આથમતી લાગણી

આથમતી લાગણી

1 min
239


તણખલાંના સહારે જ તરવાનાં હતાં,

આવે તોફાન અમે ક્યાં ડરવાનાં હતાં ?


ખેડ્યો હતો સમંદરને સામે ઝઝૂમવા,

તળ તાગવાં ઊંડાઈમાં ફરવાનાં હતાં,


થઈ ગયો એકવાર અણબનાવ પછી,

હૈયું પિગાળી આંખોથી ઝરવાનાં હતાં,


આ કલમથી કાગળ પર કવન ઉતારી,

સ્મરણોની યાદગાર ભેટ ધરવાનાં હતાં,


છલોછલ લાગણીઓમાં વહેતી ઝીલે,

લહેરોથી કિનારાજ જુદા કરવાનાં હતાં.


Rate this content
Log in