પ્રેમ
પ્રેમ
પ્રેમનું નામ જ સમર્પણ,
સમજૂતીથી થાય એ કહેવાય પ્રેમ ?
પ્રેમમાં લાગણીનું ઝરણું,
સંવેદના વગરની લાગણી શું એ પ્રેમ ?
પ્રેમમાં બંધાય અતૂટ બંધન,
સમર્પણ વગર કાંઈ થાય પ્રેમ ?
પ્રેમમાં હોય વિરહ અને વેદના,
કસોટી વગર થાય પ્રેમ ?
પ્રેમમાં હોય ડગલે પગલે સમર્પણ,
તો જ યાદગાર બને પ્રેમ ?
પ્રેમમાં હોય આકર્ષણ અનેક,
સમર્પણ હોય જીવનભરનું એકને !
